અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે. ક્રાઈમ બ્રાન્ચે શહેરમાંથી કરોડો રૂપિયાની કિંમતનું એમ્બરગ્રીસ (વ્હેલ માછલીની ઉલટી) જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી છે. આ મામલામાં મુખ્ય આરોપી હજુ ફરાર છે. ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી 2 કિલોગ્રામ એમ્બરગ્રીસનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 2 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી છે. એમ્બરગ્રીસ, જેને સામાન્ય ભાષામાં ‘વ્હેલની ઊલટી’ તરીકે ઓળખવામાં આવે છે, તેનો ઉપયોગ મોંઘી પરફ્યુમ બનાવવા માટે થાય છે અને તેનું ગેરકાયદેસર વેચાણ મોટા પાયે થાય છે. વ્હેલ માછલીના સંરક્ષણ કાયદા હેઠળ એમ્બરગ્રીસનો વેપાર કરવો ગેરકાયદેસર છે, તેથી આ પ્રકારના ગુનાઓને અટકાવવા પોલીસ સતત સક્રિય રહે છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
- August 6, 2025
0
253
Less than a minute
You can share this post!
editor

