ખેતીવાડી : બનાસકાંઠા જિલ્લામાં ઉનાળુ વાવેતરની શરૂઆત

ખેતીવાડી : બનાસકાંઠા જિલ્લામાં ઉનાળુ વાવેતરની શરૂઆત

ડીસા તાલુકામાં સૌથી વધુ ૨૨૦૦ હેક્ટરમાં વાવેતર થવા પામ્યું

પાણીની અછત છતાં ડ્રિપ એરીગેશનથી ખેડૂતો ઉનાળુ ખેતી તરફ આગળ વધ્યા

બનાસકાંઠા જિલ્લામાં ઉનાળુ સીઝનના વાવેતરની ધીમી ગતિએ શરૂઆત થઈ છે. માર્ચના પ્રથમ સપ્તાહ સુધી એટલે કે ૭ માર્ચ સુધી જિલ્લામાં કુલ ૫૨૦૪ હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકોનું વાવેતર નોંધાયું છે. હાલ રવિ સીઝનના પાકોની લણણી પણ ચાલી રહી હોવાથી ખેડૂતો એક તરફ લણણી અને બીજી તરફ ઉનાળુ સીઝનના પાકોના વાવેતરની શરૂઆત કરી રહ્યા છે.

જિલ્લામાં ઉનાળુ સીઝનમાં સરેરાશ ૧.૭૯ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થતું હોય છે. પરંતુ ઉનાળામાં પાણીની તીવ્ર અછત રહેતી હોવાથી ખેતી મુખ્યત્વે પિયત આધારિત હોય છે. છતાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખેડૂતો ડ્રિપ એરીગેશન પદ્ધતિ અપનાવતા થયા હોવાથી ઉનાળુ ખેતીનું ક્ષેત્રફળ વધતું જોવા મળે છે.

પ્રારંભિક તબક્કામાં જિલ્લામાં બાજરી, મગફળી, ઘાસચારો અને વિવિધ શાકભાજી ઉપરાંત ટેટી અને તરબૂચ જેવા પાકોનું વાવેતર શરૂ થયું છે. તાલુકાવાર જોવામાં આવે તો જિલ્લામાં પાણીયાળ વિસ્તાર ગણાતા ડીસા તાલુકામાં સૌથી વધુ ૨૨૦૦ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. આ ઉપરાંત વડગામ તાલુકામાં ૧૦૧૮ હેક્ટર અને પાલનપુર તાલુકામાં ૯૫૬ હેક્ટર વિસ્તારમાં પણ ઉનાળુ પાકોના વાવેતરની નોંધાઈ છે. ખેતીવાડી વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં વાવેતરની ગતિમાં વધારો થવાની શક્યતા છે અને પાણીની સુવિધા ધરાવતા વિસ્તારોમાં વધુ ખેડૂત ઉનાળુ ખેતી તરફ વળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *