રાસાયણિક ખાતરના ડિલર્સ પર કૃષિ વિભાગની કાર્યવાહી : 24 ખાતર વિક્રેતાઓના વેચાણ લાયસન્સ રદ્દ

રાસાયણિક ખાતરના ડિલર્સ પર કૃષિ વિભાગની કાર્યવાહી : 24 ખાતર વિક્રેતાઓના વેચાણ લાયસન્સ રદ્દ

રાજયના 16 જિલ્લાામાં રાસાયણિક ખાતરનું વેચાણ કરનારા કુલ 57 ડિલર્સને ત્યાં તપાસ: કુલ 59 શો કોઝ નોટિસ પણ ઈશ્યુ : રુ.177.77 લાખની કિંમતનો 1090.64 મેટ્રિક ટનનો રાસાયણિક ખાતરનો જથ્થો સીઝ

રાસાયણિક ખાતરનું વેચાણ કરનારા ડિલર્સ પર કૃષિ વિભાગે આકરી કાર્યવાહી કરી 24 ખાતર વિક્રેતાઓના વેચાણ લાયસન્સ રદ્દ કરી દીધા છે. અલગ અલગ 16 જિલ્લામાં કૃષિ વિભાગે આ કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન જણાયેલી વિવિધ પ્રકારની વિસંગતતાઓના પગલે અલગ અલગ કારણોર કુલ 59 શો કોઝ નોટિસ પણ ઈશ્યુ કરી છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકારના ખેતીવાડી ખાતા દ્વારા આવનારી ખરીફ પાકની ઋતુમાં ખેડૂતોને પુરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર મળી રહે તે માટે સંગ્રહખોરી અટકાવવા અલગ અલગ 16 જિલ્લાામાં રાસાયણિક ખાતરનું વેચાણ કરનારા ડિલર્સને ત્યાં રેડ કરવામાં આવી હતી. કૃષિ વિભાગે આ રેડ બે તબક્કામાં કરી હતી. પ્રથમ 26 ડિલર્સને ત્યાં અને બાદમાં 31 ડિલર્સને ત્યાં રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન મોટા ભાગના ડિલર્સને ત્યાં ખાતરનો ભૌતિક સ્ટોક, પીઓએસ મશીનનો સ્ટોક અને ખરીદ-વેચાણના રેકર્ડ આધારિત વેરીફિકેશન કરવામાં આવ્યુ હતુ.

આ તપાસ કાર્યવાહી દરમિયાન જે વેરીફિકેશન કરાયુ તેમાં બંને તબક્કાના મળીને કુલ 57 ડિલર્સને ત્યાં તપાસ કરાઈ હતી. આ તપાસ દરમિયાન કુલ 59 શો કોઝ નોટિસ ઈશ્યુ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન રાસાયણિક ખાતરનું વેચાણ કરનારા 24 ડિલર્સને ત્યાં સ્ટોકમાં વિસંગતતા જણાતા કૃષિ વિભાગે આકરી કાર્યવાહી કરી તમામ 24 ડિલર્સના વેચાણ લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા હતા. આ પ્રકારે 57 ડિલર્સ પર કરાયેલી કાર્યવાહી દરમિયાન કૃષિ વિભાગે અંદાજિત 1090.64 મેટ્રિક ટનનો રાસાયણિક ખાતરનો જથ્થો સીઝ કર્યો હતો. આ જથ્થાની કિંમત આશરે રુ. 177.77 લાખ જેટલી થાય છે. આ રેડની કાર્યવાહીમાં કૃષિ વિભાગની 32 ટીમ જોડાઈ હતી. ખરીફ ઋતુમાં ખેડૂતોને પુરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર મળી રહે તે હેતુથી કૃષિ વિભાગે ખેડૂતોના હિતમાં આ કાર્યવાહી કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *