લગ્નસરાની સિઝન હોય કાપડ બજાર અને જવેલસૅ ની દુકાનો પર ખરીદદારો ની ભીડ જોવા મળી
પાટણ શહેરમાં નૂતન વર્ષના દિવસે વેપારીઓ દ્વારા મુહૂર્ત કર્યા બાદ પાચ દિવસ સુધી પોતાના ધંધા રોજગાર બંધ રાખી પરિવાર સાથે તહેવારોની ઉજવણી કયૉ બાદ બુધવારે લાભ પાંચમના રોજ શુભ મૂહુર્તમાં વેપારીઓ દ્વારા પોતાના ધંધા રોજગાર નું મુહૂર્ત કરી વેપાર શરૂ કર્યો હતો. જો કે પ્રથમ દિવસે બજારોમાં લગ્ન સિઝનનો માહોલ હોઈ બપોર સુધી ગ્રાહકોની અવર જવર રહેતા દુકાનોમાં અંદાજ કરતા ઘરાકી વધારે રહેતા વેપારીઓનું નવુ વર્ષ સારૂ જવાના એંધાણ હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું.
પાટણ શહેરમાં વર્ષોની પરંપરા મુજબ નુતનવર્ષમાં પાંચ દિવસ સુધી વેપારીઓ પોતાની દુકાનને બંધ રાખતા હોય છે. જોકે ચાલુ વર્ષે લગ્નસરાની સીજન હોવાથી વેપારીઓ લાભપાંચમના દિવસે પોતાની દુકાનો શુભ મુહૂર્ત માં પૂજા કરી ખોલી હતી.
વેપારીઓને લગ્નસીઝનની ખરીદી નવા વર્ષમાં રહેવાની શક્યતા રહેલી હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું . જોકે છેલ્લા દોઢ વર્ષની સરખામણીમાં લગ્નસીઝનની ઘરાકી 40 ટકા જેટલી રહેવાનો આશાવાદ વેપારીઓએ વ્યક્ત કર્યો છે.આમ આ વખતે વેપારીઓ માટે સારી દિવાળી રહી હતી.
લગ્ન સીઝન ભરપુર હોવાથી ઘણાં વેપારીઓએ પોતાના ધંધા રોજગાર ને બેસતાવર્ષ પછી પણ ચાલુ રાખ્યા હતા . આથી જિલ્લાના બજારોમાં કાપડ , જવેલર્સ સહિતની દુકાનો ખુલ્લી જોવા મળી હતી. જયારે મોટા ભાગના વેપારીઓ એ લાભ પાચમ ના પવિત્ર દિવસે રાબેતા મુજબ પોતાના ધંધા રોજગાર નો પ્રારંભ કરતાં બજારો પુનઃ ધમધમતા જોવા મળ્યા હતા.