ગતરોજ પતિ બાદ આજે પત્નીની અંતિમ વિધિ કરાઈ; અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પાલનપુરનું ઠક્કર દંપતિ કાળનો કોળિયો બન્યું હતું. ત્યારે ગત રોજ પતિ બાદ આજે પત્નીના મૃતદેહને પણ માદરે વતન પાલનપુર લવાયો હતો.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પાલનપુરનું ઠક્કર દંપતિ પણ દુર્ઘટનાનો ભોગ બન્યું હતું. અમદાવાદથી લંડન જઈ રહેલા વિમાનમાં પાલનપુરના લાભુબેન અને રમેશભાઈ ઠક્કર પણ પોતાના દિકરાને મળવા લંડન જઇ રહ્યા હતા. જોકે, પ્લેન ક્રેશ થતા તેઓ પણ કાળનો કોળિયો બન્યા હતા. ત્યારે ગઈકાલે મૃતક રમેશભાઈ ઠક્કરનો મૃતદેહ પાલનપુરની લક્ષ્મણ ટેકરી ખાતે તેમના નિવાસ્થાને લવાયો હતો. જ્યારે આજે તેઓની પત્ની
લાભુબેન ઠક્કરનો મૃતદેહ પણ પાલનપુર લાવવામાં આવ્યો હતો. જ્યાં તેઓની અંતિમ વિધિ કરાઈ હતી. એક સપ્તાહ બાદ ઠક્કર દંપતિના મૃતદેહ વતનમાં આવતા સમગ્ર નગરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મૃતકની અંતિમ યાત્રા માં સગા સંબંધી સહિત પાલનપુર ના નાગરિકોએ જોડાઈને મૃતકને અશ્રુભરી શ્રદ્ધાંજલિ અર્પી હતી.