પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલી ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન ખોદકામ કરાયેલા માર્ગો નું કામગીરી પૂર્ણ થયા બાદ શું વ્યવસ્થિત રીતે પુરાણ નહીં કરાતા માર્ગો પર થી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને ભોગવવી પડતી યાતનાઓને ધ્યાનમાં રાખીને પાટણ નગરપાલિકા પ્રમુખ દ્વારા ભૂગર્ભ ગટરની પાઇપ લાઇન નાખવાની કામગીરી કરી રહેલ GUDC ને કડક સુચના આપી આગામી અષાઢી બીજ ના પવિત્ર દિવસે નીકળનારી ભગવાન જગન્નાથજીની યાત્રા દરમિયાન કોઈ મુશ્કેલીઓ ન સર્જાય તે માટે તાત્કાલિક ધોરણે માર્ગોનુ શું વ્યવસ્થિત રીતે પુરાણ કરાય તેવી કડક સૂચના આપતા ગત રાત્રીથી ટ્રાફિકની અવરજવરથી સુમસામ બનેલા માર્ગો પર ભૂગર્ભ ગટર લાઈન તેમજ વોટર લાઈનની કામગીરી દરમ્યાન જે રોડ તોડવામાં આવ્યા હતા તે તમામ રોડ ઉપર એજન્સી દ્વારા રોડ સ્ટ્રેસ કરી જે માગૅ આરસીસી હોય ત્યાં આરસીસી કામ અને જે રોડ ડામર હોય ત્યાં રેડ મિકસ સાથે ડામર થી સુવ્યવસ્થિત મરામતની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું.

- June 20, 2025
0
127
Less than a minute
You can share this post!
editor