ડીસા બ્લાસ્ટ કાંડ બાદ ગેર કાયદેસર રીતે લાયસન્સ વગર ફટાકડાનો જથ્થો સંગ્રહ કરનાર વેપારીઓ સામે કાર્યવાહી કરવા સરકારે આદેશ આપતા રાજ્યભરમાં તંત્ર એલર્ટ બન્યું છે. ત્યારે ડીસા નગરપાલિકા અને ડીસા મામલતદાર દ્વારા સંયુક્ત રીતે કામગીરી હાથ ધરી ડીસામાં ફટાકડાના વેપારીઓ સામે તપાસ હાથ ધરી હતી. જેમાં છ જગ્યાએ તપાસ કરતા વેપારીઓ પાસે લાયસન્સ હોવાનું જણાવ્યું હતુ. આ દરમિયાન ડીસાના લાટી બજાર નજીક એકતા કોમ્પલેક્ષમાં ફટાકડાનું મોટું ગોડાઉન હોવાની બાતમી મળતા ડીસા પાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ અને ડીસા મામલતદાર વિપુલભાઈ બારોટ સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં લાયસન્સ વગર સંગ્રહ કરવામાં આવેલો ફટાકડાનો મોટો જથ્થો મળી આવતા તેને જપ્ત કરવામાં આવ્યો હતો. અંગે ડીસા પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે આ ગોડાઉન મહેશભાઈ ગુલબાનીનું છે. જેઓ દ્વારા લાઇસન્સ વગર ગેરકાયદેસર રીતે ફટાકડાનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો. જે સીજ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- April 6, 2025
0
131
Less than a minute
You can share this post!
editor
Related Articles
prev
next