શિહોરી થરા નેશનલ હાઈવે રોડ ઉપર ટ્રક ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લેતાં ઇજાગ્રસ્ત

શિહોરી થરા નેશનલ હાઈવે રોડ ઉપર ટ્રક ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લેતાં ઇજાગ્રસ્ત

કાંકરેજ તાલુકાના શિહોરી-થરા નેશનલ હાઈવે ઉપરથી શનિવારે એક્ટિવા ચાલક અને ટ્રક બન્ને શિહોરીથી થરા તરફ જઈ રહ્યાં હતાં. ત્યારે ડુંગરાસણ પાસે ટ્રક ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લેતાં એક યુવક ગંભીર ઇજાગ્રસ્ત થતાં 108 દ્વારા થરા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત મેહુલ ઠકકર હોવાનું જાણવા મળ્યું છે. જોકે ઈજાગ્રસ્તની હાલત ખૂબ જ ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં ખસેડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી. થરા પોલીસ દ્વારા ટ્રક ચાલકની ટ્રક કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

subscriber

Related Articles