મહેસાણા જિલ્લામાં ખાણ-ખનીજ વિભાગે પરમીટ વિના અને ઓવરલોડ ખનીજ વહનની પ્રવૃત્તિ સામે મોટી કાર્યવાહી કરી છે. વિભાગે ફતેપુરા સર્કલ પાસેથી બે ડમ્પર અને મોઢેરા પાસેથી એક ડમ્પર સીઝ કર્યા છે.ફતેપુરા સર્કલ પાસેથી ઓવરલોડ સાદી રેતી ભરેલું એક ડમ્પર અને ઓવરલોડ અધર બિલ્ડિંગ સ્ટોન ભરેલું એક ડમ્પર પકડાયું છે. મોઢેરા નજીકથી પણ ઓવરલોડ સાદી રેતી ભરેલું એક ડમ્પર સીઝ કરવામાં આવ્યું છે.
મહેસાણા જિલ્લા મદદનીશ ભુસ્તર શાસ્ત્રી ડૉ.પ્રતીક શાહના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વિભાગે ત્રણ ડમ્પર, અધર બિલ્ડિંગ સ્ટોન અને સાદી રેતી મળી કુલ રૂ.90.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.જપ્ત કરાયેલો તમામ મુદ્દામાલ સલામત સ્થળે રાખવામાં આવ્યો છે. વિભાગે વાહન માલિકો સામે દંડનીય કાર્યવાહી શરૂ કરી છે. આ કડક કાર્યવાહીના પગલે ગેરકાયદેસર રીતે ખનીજનું વહન કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.