ધારાસભ્ય અનિકેત ઠાકરના હસ્તે કરાયું ખાત મુહૂર્ત; ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકા દ્વારા જુદા જુદા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું. જેમાં શહેર ના તમામ વોર્ડના વિકાસના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાલનપુર ધારાસભ્યના હસ્તે 5 કરોડ 97 લાખ ના ખર્ચે 104 જેટલા વિકાસના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પાલનપુર નગરપાલિકાના 104 જેટલા વિકાસ ના કામોને મંજૂરી આપવામાં આવી હતી. પાલનપુર શહેરના તમામ વોર્ડમાં અલગ અલગ બાકી રહેલા વિકાસના કામ માટે રૂપિયા 597 લાખ ફાળવવામાં આવ્યા હતા. ત્યારે પાલનપુર શહેર ના વોર્ડ 2 માં આવેલ આગ માતાના મંદિર ખાતે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરના હસ્તે વિકાસના કામોના ખાત મુહૂર્ત કરવામાં આવ્યા હતા. પાલનપુર શહેરમાં નવીન રોડ, પેવરબ્લોક, સંરક્ષણ દિવાલ, પીવાના પાણીના બોર, હાઇમાસ્ક પોલ સહિત શહેરના જુદા જુદા વૉર્ડ વિકાસના કામની શરૂઆત થશે.
પાલનપુર શહેરના ખાતમુહૂર્ત પ્રસંગે પાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી, ઉપપ્રમુખ નાગજી દેસાઈ, કારોબારી ચેરમેન પિયુષ પટેલ, બાંધકામ કમિટીના ચેરમેન દિલીપ પટેલ, ભાજપ શહેર પ્રમુખ પ્રશાંત ગોહિલ સહિત પાલિકાના સદસ્યો હાજર રહ્યા હતા. નગરપાલિકા ના બાંધકામ સમિતી ચેરમેન દિલીપ પટેલ એ જણાવ્યું હતું કે, શહેરના તમામ વોર્ડમાં જુદા- જુદા વિકાસ કામો લોકોની રજુઆતને લઈને મંજુર કરવામાં આવ્યા છે. જેનું આજે વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.