ડીસામાં અકસ્માતની ઘટના સામે આવી છે. ડીસાના આખોલ ચાર રસ્તા ઓવરબ્રીજ ઉપર અકસ્માત સર્જાયો છે. જેમાં એક મહિલાનું મોત થયું છે. એકટીવા ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા એકટીવા પર સવાર 2 મહિલાઓમાંથી એક મહિલા બ્રિજની નીચે પટકાતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
બે મહિલાઓ પૈકી એક મહિલા બ્રિજની નીચે પટકાઈ ; ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલી મહિલાને ડીસા સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે પાલનપુર ખાતે ખસેડવામાં આવી છે. મૃતક મહિલા ભીલડીના જ્યોત્સનાબેન બળવંતભાઈ રાવળ હોવાનું સામે આવ્યું છે. ડીસા તાલુકા પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પી.એમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.