અકસ્માતમાં ટ્રકનો કચ્ચરઘાણ નીકળી ગયો; પાલનપુર -અમદાવાદ હાઇવે પર આવેલ કાણોદર ગામ નજીક વહેલી સવારે વધુ એક અકસ્માત સર્જાયો હતો.જેમાં ટ્રેઇલર પાછળ ટ્રક ઘુસી જતા ચાલક ગંભીર ઘાયલ થયો હતો જેને 108 મારફતે તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવમાં ટ્રકનો કચ્ચરઘાણ નીકળી જવા પામ્યો હતો.
પાલનપુર પંથકમા બેફામ ગતિએ વાહનો ચલાવવાની હોડમાં રોજે રોજ નાના મોટા અકસ્માત સર્જાઇ રહ્યા છે જેમાં કાણોદર નજીક ઉમરદશી નદી પર બ્રીજનાં કામને લઇ અહી જૂના બ્રિજ પર વાહનો માટે વન વે શરૂ કરતા ટ્રાફિક જામ અને ઓવરટેકના બનાવોમાં અકસ્માત સર્જાઇ રહ્યા છે. જે વચ્ચે શનિવારે વહેલી સવારે પુર ઝડપે દોડી રહેલ એક ટ્રક આગળ જતા ટ્રેઇલર પાછળ ઘડકાભેર ટકરાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક ચાલક ઘાયલ થતા આજુબાજુથી દોડી આવેલા લોકોની મદદથી તેને 108 મારફતે તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો આ બનવામાં ટ્રકનો ખુરદો વળી જતા ભારે નુકશાન થવા પામ્યું હતું.