ડમ્પર વચ્ચે ફસાયેલા ચાલકને બે કલાક બાદ હેમ ખેમ બહાર કાઢવામાં આવ્યો; અકસ્માતમાં કોઈ જાનહાનિ ન થતા લોકોએ હાશકારો અનુભવ્યો; પાટણ-ઉંઝા હાઇવે માર્ગ પર વિસલવાસણા ગામ નજીક ગત મોડી રાત્રે ડમ્પર અને ટ્રેક્ટર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ડમ્પર ચાલક વાહનમાં ફસાઈ ગયો હતો જેને બે કલાક થી વધુની જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાની ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો જ્યારે બન્ને વાહનોને મોટું નુકશાન પહોંચ્યું હતું. આ અકસ્માતની મળતી હકીકત મુજબ ગુરૂવારે મોડી સાંજે પાટણ ઊંઝા હાઇવે માગૅ પરના વિશલ વાસણા ગામ નજીક થી પસાર થતા ડમ્પર અને ટેકટર વચ્ચે કોઈ કારણોસર અકસ્માત સર્જતા હતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉંમટી પડ્યા હતા.
તો અકસ્માત ની જાણ બાલીસણા પોલીસ સ્ટેશનના PSI એસ.કે. રાવલ અને તેમની ટીમને થતાં તેઓએ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ રાહતની કાર્યવાહી હાથ ધરી ઉંઝા અને પાટણ ફાયર બ્રિગેડની મદદથી કટરનો ઉપયોગ કરીને લગભગ બે કલાક ની જહેમત બાદ ડમ્પરની વચ્ચે ફસાયેલા ચાલકને સફળતાપૂર્વક બહાર કાઢી ઈજાગ્રસ્ત ડમ્પર ચાલકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં ડમ્પર અને ટ્રેક્ટર બંને ને ભારે નુકસાન થયું હતું જોકે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હોય લોકો એ હાશકારો અનુભવ્યો હતો.