લાલપુર અને જસરા વચ્ચે અકસ્માત સર્જાયો : બેને ઇજા

લાલપુર અને જસરા વચ્ચે અકસ્માત સર્જાયો : બેને ઇજા

પુરઝડપે દોડતા વાહનોના કારણે માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે  લાખણી તાલુકાના લાલપુર અને જસરા ગામ વચ્ચે વધુ એક અકસ્માત સર્જાયો હતો.જેમાં લાલપુરથી જસરા તરફ આરોગ્ય કર્મચારી હેતલબેન પટેલ અને આશા વર્કર પૂજાબેન ઠાકોર પોતાના એકટીવા પર નોકરીએ જતા હતા. તે દરમિયાન સામેથી અચાનક બાઈક આવતા સામ સામ ટકરાતાં સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા બંને બહેનો પડી જતા સામાન્ય ઈજા થઇ હતી.અકસ્માતના પગલે આજુબાજુ લોકો દોડી આવીને બન્ને બહેનોને સારવાર અર્થે લાખણી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *