પાલનપુરથી ડીસા તરફ આવી રહેલી ઠંડા પીણા ભરેલી ટ્રક રાજમંદિર સર્કલ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે પાછળથી પૂરઝડપે આવેલા એક ડમ્પરના ચાલકે તેને ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે ટ્રક રોડ પર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.અકસ્માતના પગલે રાજમંદિર સર્કલ પાસે થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. સ્થાનિક લોકો અને રાહદારીઓ ઘટનાસ્થળે મદદ માટે દોડી આવ્યા હતા. સદનસીબે, ટ્રકના ચાલક અને ક્લીનરને સામાન્ય ઇજાઓ થઈ હતી અને તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઠંડા પીણાની બોટલો રોડ પર વેરવિખેર થઈ ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર ડમ્પર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ અકસ્માતમાં મોટી જાનહાનિ ટળતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે.

- May 29, 2025
0
150
Less than a minute
You can share this post!
editor