બાઈક ચાલકને સામાન્ય ઈજાઓ સાથે બન્ને વાહનોને નુક્સાન પહોંચ્યું; પાટણના અનાવાડા- વડલી માગૅ પર શનિવારે સાંજે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં બાઈક ચાલકને સામાન્ય ઈજાઓ થવાની સાથે બંન્ને વાહનો ને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે તો બનાવની જાણ પોલીસને કરાતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ અકસ્માત ની મળતી હકીકત મુજબ શનિવારે સાંજે વડલી તરફથી પાટણ આવી રહેલા બાઈક નં.જી.જે.૦૨ ઈઈ ૭૩૭૨ ના ચાલકને પાટણ થી વડલી તરફ જતી કાર નં.જી.જે.૦૮ સીસી.૫૧૨૧ અગમ્ય કારણોસર અકસ્માત સજૉતા બાઈક ચાલકને નાની મોટી ઈજાઓ પહોંચી હતી જ્યારે અકસ્માતમાં બન્ને વાહનોને નુક્સાન થયું હતું. અકસ્માતના પગલે આજુબાજુના લોકો ધટના સ્થળે દોડી આવ્યાં હતાં જોકે કોઈ જાનહાની ન થઈ હોય સૌએ હાશકારો અનુભવ્યો હતો.તો બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે ધટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.