ડીસા તરફથી આવી રહેલ બાઈક અને સામેથી આવી રહેલ કારનું ટાયર ફાટતા કારચાલક ઇસ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બાઈકને જોરદાર ટક્કર મારતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ જોરાજી મફાજી ઠાકોર પોતાનું બાઈક લઇ વિઠોદર તરફ જઈ રહ્યા હતા. ત્યારે સામેથી આવી રહેલ પૂર ઝડપે કારનું અચાનક ટાયર ફાટતા સ્ટેરીંગ પરનું કાબુ ગુમાવતા બાઈકને જોરદાર ટક્કર મારતા બાઈક ચાલક જોરાજીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા તેમજ લાશને પીએમ અર્થે ડીસા ખાતે ખસેડવામાં આવી હતી ડીસા તાલુકા પોલીસ વધુ તપાસ હાથ ધરી હતી.

- June 9, 2025
0
164
Less than a minute
You can share this post!
editor