અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે પર સોમવારે મધરાતે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. હિંમતનગરથી અમદાવાદ તરફ જઈ રહેલું એક ખાલી ડમ્પર પ્રાંતિજના રેલવે ઓવરબ્રિજ પરથી નીચે પડી ગયું હતું. અકસ્માત રાત્રે બન્યો હતો. ડમ્પર ઓવરબ્રિજની બાજુમાંથી લગભગ 10 ફૂટ નીચે પડ્યું હતું. આ અકસ્માતમાં ડમ્પરના ચાલકને શરીરે ઈજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતાં તરત જ 108 એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી. ઈજાગ્રસ્ત ચાલકને તાત્કાલિક પ્રાંતિજ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પ્રાંતિજ પોલીસને અકસ્માતની જાણ થતાં પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, હાલમાં આ માર્ગ પર ઓવરબ્રિજનું બાંધકામ ચાલી રહ્યું છે.

- May 14, 2025
0
250
Less than a minute
You can share this post!
editor