મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે એન્ટી કરપ્શન બ્યુરો એ સફળ કામગીરી કરી છે. બહુચરાજી મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સર્કલ ઓફિસર ભૂપેન્દ્ર પરમારને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. સર્કલ ઓફિસર ભુપેન્દ્ર પરમારે નોંધ મંજૂર કરવા માટે અરજદાર પાસેથી રૂપિયા 50,000ની માંગણી કરી હતી. આ માંગણીના પગલે અરજદારે એસીબી નો સંપર્ક કર્યો હતો. એસીબી એ ફરિયાદના આધારે છટકું ગોઠવ્યું હતું. સર્કલ ઓફિસર પરમારને રૂપિયા 7,500ની લાંચ લેતા રંગેહાથ પકડી પાડવામાં આવ્યા હતા. મહેસાણા એસીબી એ સર્કલ ઓફિસર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ સામે એસીબી સતત કાર્યરત રહી ભ્રષ્ટાચાર નાબૂદી માટે કટિબદ્ધ છે.

- March 21, 2025
0
67
Less than a minute
You can share this post!
editor
Related Articles
prev
next