ભારતમાં લગભગ 55% ટ્રક ડ્રાઈવરોની દૃષ્ટિ નબળી છે, આ સર્વેના આંકડા તમને કરશે આશ્ચર્યચકિત

ભારતમાં લગભગ 55% ટ્રક ડ્રાઈવરોની દૃષ્ટિ નબળી છે, આ સર્વેના આંકડા તમને કરશે આશ્ચર્યચકિત

ભારતમાં લગભગ 55.1 ટકા ટ્રક ડ્રાઇવરોની દ્રષ્ટિ નબળી છે, જ્યારે 53.3 ટકાને અંતરની દ્રષ્ટિ સુધારવાની જરૂર છે અને 46.7 ટકાને નજીકની દૃષ્ટિની સારવારની જરૂર છે. મંગળવારે જાહેર કરાયેલા એક રિપોર્ટમાંથી આ માહિતી સામે આવી છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT), દિલ્હી દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટ અનુસાર, લગભગ 44.3 ટકા ડ્રાઇવરોનો બોડી માસ ઇન્ડેક્સ (BMI) બોર્ડરલાઇન પર અથવા તેની ઉપર છે. જ્યારે 57.4 ટકામાં બ્લડ પ્રેશરનું સ્તર વધ્યું હતું અને 18.4 ટકામાં બ્લડ સુગર સીમારેખા અથવા તેનાથી ઉપર જોવા મળી હતી.

50,000 ટ્રક ચાલકોની તપાસ કરવામાં આવી હતી

IIT દિલ્હીએ ફોરસાઇટ ફાઉન્ડેશન સાથે મળીને આ રિપોર્ટ તૈયાર કર્યો છે. આ માટે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુ રાજ્યોના કુલ 50,000 ટ્રક ડ્રાઈવરોની તપાસ કરવામાં આવી હતી. અહેવાલ જણાવે છે કે લગભગ 33.9 ટકા ટ્રક ડ્રાઈવરોએ મધ્યમ સ્તરનો તણાવ હોવાનું જણાવ્યું હતું. જ્યારે 2.9 ટકા લોકો માનસિક સ્વાસ્થ્ય સહાયતાની જરૂરિયાતને પ્રકાશિત કરતા ઉચ્ચ સ્તરના તણાવ ધરાવતા હોવાનું જણાયું હતું. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, “સડકો પરના 70 ટકા ટ્રાફિક અને પરિવહન ખર્ચમાં 14-16 ટકાનો વધારો થતાં, ભારત પરિવહન ક્ષેત્રે નોંધપાત્ર પડકારોનો સામનો કરી રહ્યું છે.”

ટ્રક ડ્રાઇવરોની અછત એ મોટો મુદ્દો છે

ગડકરીએ જણાવ્યું હતું કે ભારતના પરિવહન ક્ષેત્રનો એક મુખ્ય મુદ્દો ડ્રાઈવરોની અછત છે અને દર 100 ટ્રક માટે માત્ર 75 ડ્રાઈવર છે. “અમે ડ્રાઇવરોની તાલીમ અને કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરીને આ સમસ્યાનો ઉકેલ લાવી રહ્યા છીએ,” તેમણે કહ્યું. અમે તેમના જીવનને સુધારવા માટે ડિજિટાઈઝેશન અને એપ ઈન્ટીગ્રેશન માટે પ્રતિબદ્ધ છીએ.” ટ્રક એ દેશભરમાં આવશ્યક ચીજવસ્તુઓના પરિવહનનું મહત્વનું માધ્યમ છે. ટ્રકોને ભારતીય લોજિસ્ટિક્સ ક્ષેત્રની કરોડરજ્જુ પણ કહેવામાં આવે છે. જો કે, આ ટ્રકોની પાછળના ડ્રાઇવરોને ઘણીવાર મુશ્કેલ પડકારો અને કઠિન જીવનશૈલીનો સામનો કરવો પડે છે. આમાં લાંબા સમય સુધી ટ્રક ડ્રાઇવિંગ, અનિયમિત પાળી, લાંબા સમય સુધી પરિવારથી દૂર રહેવું અને આરોગ્યની વિવિધ ચિંતાઓનો સમાવેશ થાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *