શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે કે, આગામી ચૈત્રી નવરાત્રી નિમિત્તે આરતી-દર્શનના સમયમાં ફેરફાર થવાથી શ્રી અંબાજી માતા મંદિર અંબાજીમાં યાત્રાળુઓને સગવડતા ખાતર આરતી તથા દર્શનનો સમય નીચે મુજબનો રહેશે જેની જાહેર જનતાને નોંધ લેવા વિનંતી કરાઈ છે.
તા.૩૦/૦૩/૨૦૨૫ ના ચૈત્ર સુદ – ૧ (એકમ) રવિવારના ઘટસ્થાપન સવારે ૦૯:૧૫ કલાકે કરવામાં આવશે. જેમાં આરતી સવારે ૦૭:૦૦ થી ૦૭:૩૦, દર્શન સવારે ૦૭:૩૦ થી ૧૧:૩૦, રાજભોગ બપોરે ૧૨:૦૦ કલાકે, દર્શન બપોર ૧૨:૩૦ થી ૧૬:૩૦, આરતી સાંજે ૧૯:૦૦ થી ૧૯:૩૦, દર્શન સાંજે ૧૯:૩૦ થી ૨૧:૦૦ વાગ્યા સુધીનો સમય રહેશે.
તા.૦૫/૦૪/૨૦૨૫ના ચૈત્ર સુદ-૮ (આઠમ)ના રોજ આરતીનો સમય સવારે ૦૬:૦૦ વાગ્યાનો રહેશે. તા.૧૨/૦૪/૨૦૨૫ના ચૈત્ર સુદ-૧૫ (પુનમ)ના રોજ આરતીનો સમય સવારે ૦૬:૦૦ વાગ્યાનો રહેશે તેમજ તા.૦૬/૦૪/૨૦૨૫થી મંદિરના દર્શન અને આરતીનો સમય રાબેતા મુજબ રહેશે. તમામ ભક્તજનોને વિનંતી છે કે, તેઓ ઉપરોક્ત સમય મુજબ દર્શન માટે આગમન કરે તેમ જણાવ્યું છે.