આમ આદમી પાર્ટીએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું કપાસ પરની આયાત ડ્યુટી નાબૂદ કરવાના નિર્ણયનો વિરોધ

આમ આદમી પાર્ટીએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું કપાસ પરની આયાત ડ્યુટી નાબૂદ કરવાના નિર્ણયનો વિરોધ

ટ્રમ્પના દબાણ હેઠળ સરકાર ઝૂકી,આંદોલનની ચીમકી; કેન્દ્ર સરકાર દ્વારા કપાસ પરની આયાત ડ્યુટી નાબૂદ કરવાના નિર્ણય સામે ડીસાના ખેડૂતો અને આમ આદમી પાર્ટીએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. આ નિર્ણયને ખેડૂત વિરોધી ગણાવીને, ડીસા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને કપાસ પર ફરીથી આયાત ડ્યુટી લગાવવાની માંગ કરી છે.

આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે અમેરિકા અને ટ્રમ્પના દબાણમાં આવીને આ નિર્ણય લીધો છે. આ નિર્ણયને કારણે ભારતના કપાસ ઉત્પાદક ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. આયાત ડ્યુટી હટાવી દેવાથી વિદેશથી આવતા કપાસની કિંમત ઘટશે, જેના પરિણામે સ્થાનિક બજારમાં કપાસના ભાવ ગગડી જશે. આ સ્થિતિમાં, ખેડૂતોને તેમની મહેનતનો યોગ્ય ભાવ નહીં મળે અને તેઓ આર્થિક રીતે પાયમાલ થઈ જશે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ડૉ. રમેશભાઈ પટેલની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારો નાયબ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. તેમણે સરકારના આ નિર્ણયનો સખત વિરોધ કરીને જણાવ્યું હતું કે જો સરકાર તાત્કાલિક આ નિર્ણય પાછો ખેંચીને કપાસ પર ફરીથી આયાત ડ્યુટી લાગુ નહીં કરે, તો આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરશે. આ આંદોલનમાં ખેડૂતોને સાથે રાખીને સરકારને જગાડવાનો પ્રયાસ કરવામાં આવશે. આ આવેદનપત્ર પાઠવતી વખતે, મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ખેડૂતોના હિતમાં સરકાર તાત્કાલિક પગલાં ભરે તેવી અપીલ કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *