આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. પાર્ટીએ મનીષ સિસોદિયાની સીટ બદલી છે. જ્યારે અવધ ઓઝાને પટપરગંજથી ટિકિટ આપવામાં આવી છે.

આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 20 નામ છે. તમામ 20 સીટો પર નવા ચહેરા છે. પાર્ટીએ 21 નવેમ્બરે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, જેમાં 11 નામ હતા. અત્યાર સુધી આમ આદમી પાર્ટીએ કુલ 31 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં યોજાઈ શકે છે. ચૂંટણી પંચે હજુ ચૂંટણીની તારીખો જાહેર કરી નથી, પરંતુ આમ આદમી પાર્ટીએ પૂરા જોરશોરથી ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. દિલ્હીમાં છેલ્લા 10 વર્ષથી આમ આદમી પાર્ટી સત્તામાં છે અને કેજરીવાલ જીતની હેટ્રિક ફટકારવા માટે પોતાનું સર્વસ્વ આપી રહ્યા છે.

https://twitter.com/AamAadmiParty/status/1866018850741133808

આમ આદમી પાર્ટીની બીજી યાદીમાં સૌથી મહત્વની વાત એ છે કે મનીષ સિસોદિયાની સીટ બદલવામાં આવી છે. અત્યાર સુધી તેઓ પટપરગંજ વિધાનસભાથી ચૂંટણી લડતા હતા અને જીતતા પણ હતા, પરંતુ આ વખતે તેઓ જંગપુરાથી ચૂંટણી લડી રહ્યા છે. પટપરગંજ સીટ પરથી સિસોદિયાની જગ્યાએ યુટ્યુબર અને શિક્ષક અવધ ઓઝાને ટિકિટ આપવામાં આવી છે. અવધ ઓઝા તાજેતરમાં આમ આદમી પાર્ટીનો ભાગ બન્યા છે.

subscriber

Related Articles