યુવકને જાતિ અપમાનિત ગાળો બોલી જાન થી મારી નાખવાની ધમકી અપાઇ; પાલનપુરના સોનબાગ વિસ્તારમાં રહેતો એક યુવક એક્ટિવા લઇ સત્કાર સોસાયટીમાં જઇ રહ્યો હતો દરમ્યાન એક ઈસમે તેને રસ્તામાં ઉભો રખાવી તેને જાતિ અપમાનિત ગાળો બોલી તેમજ ગડદા પાટું નો માર મારી તેની પાસે રહેલા રૂ.22 હજાર પડાવી લઇ જાન થી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
પાલનપુરમાં મીરા દરવાજા બહાર આવેલ સોનબાગ માં રહેતો અને નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતા જીગર પ્રવીણભાઈ વણકર પરમારને સોનબાગ રબારી વાસમાં રહેતો સંજય કાળુભાઇ રબારી નામનો ઇસમ બે દિવસથી જાતિ અપમાનિત કરી જગડા કરતો હતો. જે વચ્ચે જીગર પરમાર તેના સંબધી ને મળવા એક્ટિવા લઈને જઇ રહ્યો હતો. દરમ્યાન સત્કાર સોસાયટી પાસે વણકર સમાજના સ્મશાન પાસે સંજય રબારી એ તેને ઉભો રખાવી જાતિ અપમાનિત ગાળો બોલતા તેને ગાળો બોલવાનું ના પડતા તેને ગડદા પાટું નો માર તેમજ પાઇપ વડે માર મારતા તે નીચે પડી જતા તેની પાસે રહેલ રૂ.22 હજાર ભરેલું પાકીટ લઇ અને જાન થી મારી નાખવાની ધમકી આપી પલાયન થઇ જતા તેની વિરૂદ્ધ પૂર્વ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે આરોપીને પકડી પાડવા કવાયત હાથ ધરી હતી.