આગ ચાપતાની સાથે જ યુવક ની બુમાબુમ સાભળી લોકો ધટના સ્થળે દોડી આવ્યા
ફાયર બ્રિગેડની ટીમે આગ ઓલવી યુવકને 108 મારફત હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો; પાટણના તિરૂપતિ બંગ્લોઝમાં રહેતા લાલજી ઠક્કર નામના યુવકે બુધવારે સવારના સમયે પોતાના ઘરના બાથરૂમમાં કોઈ અગમ્ય કારણોસર પોતાના શરીર પર જ્વલનશીલ પદાર્થ છાટી જાતેજ આગ ચાપી આત્મ હત્યા નો પ્રયાસ કરતાં શરીર પર આગ લાગતાની સાથે જ યુવકની બૂમાબૂમસાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સને કરતાં ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીપાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.
ગંભીર રીતે દાઝી ગયેલા યુવકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આગની ઘટનાને કારણે ઘરની અંદરની વસ્તુઓને પણ નુકસાન પહોંચ્યું હતું. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટનાસ્થળે એકત્ર થયા હતા. યુવકે કયાં કારણોસર આ પગલું ભર્યું તે અંગેની કોઈપણ પ્રકારની જાણકારી પ્રાપ્ત થઈ શકી નથી. હાલમાં યુવક ની હાલત નાજુક હોય હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

