રતનપુરા(શિ) પાસે ટ્રેઈલર ની ટક્કર થી શિહોરી ના યુવાન નું ઘટના સ્થળે મોત; મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી થી ડીસા તરફ જતા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ રતનપુરા (શી) બ્રીજ પાસે શિહોરી ના ડાભી રોહિતસિંહ હઠુભા ઉ.વ 21 પોતાના કામ અર્થે રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે પાછળ થી આવતા ટ્રેલર ચાલકે ગફાલત ભર્યું ડ્રાયવિંગ કરી રોહિતસિંહ ડાભી ને ટક્કર મારતા તેઓ નુ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને ટ્રેલર ચાલક ટ્રેલર મુકીને ભાગી છૂટયો હતો. ત્યારે આ અંગે મૃતકના પિતા ડાભી હઠુભા પનજીભા એ શિહોરી પોલીસ સ્ટેશનમાં ટ્રેલર ચાલક વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી અને મૃતકને શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. કાંકરેજ તાલુકાના શિહોરી ડીસા નેશનલ હાઈવે રોડ ની ઘટના સામે આવી છે. જોકે રોહિતસિંહ ડાભીનું મોત થતા પરિવાર માં શોક નું મોજું ફરી વળ્યું હતું.

- March 21, 2025
0
65
Less than a minute
You can share this post!
editor