વ્યાજખોર ના ત્રાસથી ત્રસ્ત બનેલ ચારૂપ ના યુવાને ઝેર ઘોળ્યુ

વ્યાજખોર ના ત્રાસથી ત્રસ્ત બનેલ ચારૂપ ના યુવાને ઝેર ઘોળ્યુ

પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી; પાટણ સરસ્વતી તાલુકાના ચારુપ ગામના 25 વર્ષીય જયંતીભાઈ રાવળ નામના યુવાને વ્યાજખોરની સતત ધમકીઓથી કંટાળીને ઝેરી દવા ગટગટાવી લેતા અને બનાવની જાણ પરિવારના સભ્યો ને થતાં તેઓએ તાત્કાલિક સારવાર માટે પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે તો બનાવની જાણ પોલીસ ને કરાતા પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી માહિતી મુજબ આજથીત્રણેક વર્ષ પહેલા ચારૂપ ગામના જયંતીભાઈ એ તેમના બીમાર ભાઈ કનુભાઈની સારવાર માટે પાટણના સિદ્ધરાજભાઈ પાસેથી 5% વ્યાજે 50 હજાર રૂપિયા ઉછીના લીધા હતા.અને તેનું નિયમિત વ્યાજ જયંતીભાઈએ ચૂકવ્યું હતું અને અત્યાર સુધીમાં લગભગ દોઢ લાખ રૂપિયા વ્યાજ પેટે ચૂકવી દીધા હતા. પરંતુ થોડા સમય પહેલા જયંતીભાઈએ સિદ્ધરાજભાઈને એક ચેક આપ્યો હતો. આ ચેક રિટર્ન થતાં સિદ્ધરાજભાઈએ તેમની વિરુદ્ધ પાટણ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. જેને લઈને જયંતીભાઈએ હપ્તેથી પૈસા ચૂકવવાની તૈયારી બતાવી હતી પરંતુ હપ્તા માટે સિદ્ધરાજભાઈ માન્યા ન હતાં અને તેઓ દ્ધારા વારંવાર જયંતીભાઈના ઘરે આવીને અપશબ્દો બોલી ધમકીઓ આપી કડક ઉઘરાણી કરતા હોય જે બાબત ના ત્રાસથી કંટાળીને જયંતીભાઈએ ગતરોજ ઝેરી દવા ગટગટાવી લેતા અને તેઓને ઉલટીઓ થતાં તેમના પરિવારજનોએ તેમને તાત્કાલિક સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ ની પોલીસને જાણ કરાતા પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *