હારીજ પીઆઇ ની માનવતા વાદી કામગીરીને લોકોએ સરાહનીય લેખાવી; પાટણ-હારીજ માર્ગ પર કુરેજા ની નર્મદા વિભાગની મુખ્ય કેનાલમાં જીવનથી નાસી પાસ થયેલા અસંખ્ય લોકો મોતની છંલાગ લગાવીને પોતાની જીવન લીલા સંકેલી લેતા હોવાના કિસ્સા અવાર-નવાર પ્રકાશમાં આવતા હોય છે.
ત્યારે શનિવારના રોજ પોતાના પતિના અસહ્ય માનસિક અને શારિરીક ત્રાસથી ત્રસ્ત બનેલ કુરેજા ગામની મહિલા કુરેજા કેનાલમાં મોતની છલાંગ લગાવવા આવી હતી અને મહિલા કેનાલમાં મોતની છલાંગ લગાવે તે પૂર્વે માર્ગ પરથી ગાડી લઈને પસાર થઈ રહેલા હારીજ પોલીસ સ્ટેશનના પીઆઈ નીરવ શાહની નજર ઉપરોક્ત મહિલા પર પડતા તેઓએ પોતાની ગાડી ઉભી રાખી મહિલાને આત્મ હત્યા કરતાં રોકી તેણીની આપવીતી સાભળી પોતાની ગાડીમાં મહિલાને બેસાડી હારીજ પોલીસ મથકે લાવી સાંત્વના આપી હતી. હારીજ પીઆઈ નિરજ શાહે પતિના ત્રાસથી આત્મહત્યા કરવા આવેલી કુરેજા ગામની મહિલાને આત્મ હત્યા કરતાં રોકી માનવંતા મહેકાવતા હારીજ પીઆઈ ની માનવતા ભરી કામગીરીને લોકો એ પ્રશંસનીય લેખાવી હતી.