ગત રોજ તારીખ 8 ફેબ્રુઆરીના રોજ મોડી સાંજના સમયે ભટવરવાસ ના ગીતાબેન તલાભાઈ પ્રજાપતિ ઉ.42 ડેરી એ દૂધ ભરાવવા ગયેલા તે દરમિયાન દૂધ ભરાવી ડેરી પાસે સાંકડી શેરી પાસે પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન ડેરી માંથી દૂધ ભરી બનાસ ડેરી નું દૂધ નું ટેન્કર રિવિસ ગેરમાં પસાર થઈ રહ્યું હતું.તે દરમિયાન સાંકડી શેરીમાં ટેન્કર નો ટન સીધો ન થતાં ઉભેલ મહિલા ને ઘસી લેતાં ઇજા ગ્રસ્ત મહિલા ને તાત્કાલિક પ્રાઇવેટ વાહન મારફત વાવની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચે તે પહેલાં રસ્તા માં કરુણ મોત નીપજ્યું હતું જે મુદ્દે મૂર્તક નું વાવ રેફરલ હોસ્પિટલ ખાતે પી.એમ કરાયું હતું. વાવ પોલીસ ને આ બાબત ની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી આગળ ની વધુ તપાસ હાથ ધરી છે. એક સપ્તાહમાં આ ગામમાં બે અકસ્માત થી બે કરુણ મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે એક સપ્તાહ અગાઉ આજ ગામમાં બનાસ દા ઉતારવા આવેલ ટ્રકમાં વીજ વાયરનો અરથીગ થતાં યુવક નું મોત થયું હતું.

- February 9, 2025
0 79 Less than a minute
You can share this post!
editor