પાટણમાં માનસિક બીમારી થી પીડાતી મહિલાએ કેનાલમાં મોતની છલાંગ લગાવી

પાટણમાં માનસિક બીમારી થી પીડાતી મહિલાએ કેનાલમાં મોતની છલાંગ લગાવી

પાટણની લાલેશ્વર પાકૅ સોસાયટીમાં રહેતા પ્રજાપતિ પરિવારની પરણીતા સપનાબેન સંજય કુમાર પ્રજાપતિ મઠવાસવાળા એ મંગળવારે બપોર ના સમયે માનસિક બીમારી થી કંટાળી ને પાટણ- ચાણસ્મા હાઈવે પરની પદ્મનાભ ચાર રસ્તા પાસેની સિધ્ધી સરોવર તરફ જતી કેનાલમાં મોતની છલાંગ લગાવી પોતાની જીવનલીલા સંકેલી લેતા અને આ બનાવની જાણ આજુબાજુ માથી પસાર થતા રાહદારીઓને થતાં તેઓએ કેનાલ માથી મહિલાને બહાર કાઢી 108 દ્વારા પાટણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ફરજ પરના તબીબે મહિલાને મૃત જાહેર કરતાં અને ધટનાની જાણ પોલીસ ને કરતાં પોલીસે મૃતકના પરિવારજનોના નિવેદન આધારે ગુનો નોંધી લાશનું પીએમ કરાવી લાશને તેના વાલી વારસો ને સોપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *