મહેસાણાની મહિલા બની સાયબર ફ્રોડનો શિકાર હજારો રૂપિયાની થઈ છેતરપીંડી

મહેસાણાની મહિલા બની સાયબર ફ્રોડનો શિકાર હજારો રૂપિયાની થઈ છેતરપીંડી

ગુજરાત રાજ્યમાં ઓનલાઈન છેતરપીંડી કે સાયબર ફ્રોડ કરી નાણાં પચાવી પાડવાનો નવો ચિલો ચાલુ થઈ ગયો છે. દિન પ્રતિદિન ક્યાંકને ક્યાંકથી સાયબર ફ્રોડ બન્યાની ઘટનાઓ સામે આવી રહી છે. આવા કિસ્સામાં લોકોને સાવચેત રહેવા માટે સરકારે પણ જાણે કે કમર કસી હોય તેમ તેના વિશેષ કાયદાઓ બનાવી આવા સાયબર ફ્રોડ કરનારા ફ્રોડ લોકોને સખત સજાની જોગવાઈ કરવામાં આવી છે તેની સાથે સાયબર ફ્રોડના ગુનામાં ભોગ બનનાર વ્યક્તિ માટે સરકારે 1930 ટોલ ફ્રી નંબર પણ જાહેર કરેલો છે જેના પર ફોન કરી છેતરપીંડી કે ફ્રોડ વિરોધની ફરિયાદ કરી શકાય છે. તાજેતરમાં જણાવા મળેલા ચોંકાવનારા આંકડાની જો વાય કરવામાં આવે તો છેલ્લા એક વર્ષમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં સાયબર ફ્રોડ કે ઓનલાઈન છેતરપીંડીના ગુણાનો ગ્રાફ વધી ગયો છે. ગત એક વર્ષ સાયબર ફ્રોડના કેસોનો અંદાજીત આંકડો જોવા જઈએ તો ત્રણ લાખ સડસઠ હજાર જેટલા સાયબર ફ્રોડના કેસ નોંધાયા છે.

આવો જ સાયબર ફ્રોડનો વધુ એક કિસ્સો ગતરોજ મહેસાણામાં બનવા પામ્યો છે. જેમાં સામાન્ય પરિવારની મહિલા જ્યોતિબેન ઓઝા સાથે હજારો રૂપિયાની છેતરપીંડી થઈ છે. સરકારી કાગળોની દોડાદોડમાં મહેસાણાની પ્રાંત કચેરી ખાતે હાજર હતા. ત્યારે તેમની પાસે રહેલા તેમના મોબાઈલમાં અચાનક જ એક મેસેજ આવ્યો જેને જોઈને જ્યોતિબેન ચોંકી ઉઠ્યા હતા જેમાં તેમના બરોડા બેન્કના ખાતામાંથી રૂપિયા અઠ્ઠાણું હજાર ઉપડી ગયાનો મેસેજ આવ્યો હતો. વરા ફરથી વહેલા બે મેસેજમાં જોયું તો પહેલા નેવું હજાર અને ત્યાર બાદ બીજા મેસેજમાં આઠ હજાર બેન્ક એકાઉન્ટ માંથી ગાયબ થઈ ગયા હતા. મેસેજ વાંચ્યા બાદ હેબતાઈ ગયેલા જ્યોતિબેન ઓઝાએ પોતાની સૂઝબુઝ ખોયા વગર હિંમત કરીને તાત્કાલિક બેન્કની શાખાનો સંપર્ક કર્યો હતો અને ત્યાર બાદ તેમણે પોલીસને જાણ કરી હતી. બરોડા બેંકમાં તપાસ કરતા જ્યારે પોતાની સાથે સાયબર ફ્રોડ થયાનો  ખ્યાલ આવ્યો અને પોતે શિકાર બન્યાનું સામે આવતાં સાયબર ફ્રોડના વિરુદ્ધમાં ટોલ ફ્રી નંબર 1930 પર કરી ઓનલાઈન ફરિયાદ આપી હતી. અને ત્યાર બાદ તેઓએ ખૂબ જ હિંમત પૂર્વક મહેસાણા શહેર એ ડીવીઝન અને સાયબર ક્રાઈમમાં પણ જઈને લેખિત ફરિયાદ આપી હતી.

મહેસાણામાં સામાન્ય પરિવારની મહિલા સાથે થયેલી અઠ્ઠાણું હજાર રૂપિયાની ઠગાઈ બાબતે પોલીસ અધિકારી અને સાયબર ક્રાઈમના અધિકારીઓએ સાંત્વના આપી પૂરતો સાથ અને સહયોગ આપી નૈતિક ફરજ નિભાવીને જલ્દીમાં જલ્દી તેમની ફરિયાદની નિવારણ લાવી આપવાની ખાતરી આપી ચોધાર અંશુએ રડતા જ્યોતિબેનને શાંત કરવામાં આવ્યા હતા. જોકે અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે જ્યોતિબેન ઓઝાએ ક્યારેય ઓનલાઈન એપ્લિકેશન કે બેંકિંગની ફ્રોડની લીંકનો ઉપયોગ કરેલ નહોતો તેમ છતાં પણ મહિલાના ખાતામાંથી ઉપડી ગયા અઠ્ઠાણું હજાર રૂપિયા. હવે જોવાનું એ રહ્યું કે જ્યોતિબેને મહેનત કરીને માંડ માંડ ભેગા કરેલા અઠ્ઠાણું હજાર રૂપિયાનું ફ્રોડ કરીને છેતરપીંડી કરનારા ગુનેગારોને પોલીસ કેટલા સમયમાં શોધીને જેલના સળીયા પાછળ ધકેલી કાયદાનો પાઠ ભણાવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *