બનાસકાંઠાના વિભાજનને લઇ વાવ થરાદ જીલો બનતા સુરતમાં વસતા લોકોમાં ખુશીની લહેર

બનાસકાંઠાના વિભાજનને લઇ વાવ થરાદ જીલો બનતા સુરતમાં વસતા લોકોમાં ખુશીની લહેર

વર્ષોથી અતિ પછાત અને માત્ર નર્મદાના નીર થી ખેતી ઉપર પગભર રહેતા વાવ થરાદ ને જિલ્લાનો દરજ્જો મળતા વાવ થરાદ સુઇગામ ભાભર લાખણી સહિત તમામ તાલુકામાં ખુશીની લહેર જોવા મળી છે.જયારે વાવ થરાદની જનતા એ રાજ્ય સરકાર અને શંકરભાઈ ચૌધરીનો આભાર માની સ્વાગત કર્યું છે.સાથે સાથે સુરત ખાતે વસતા વાવ થરાદના લોકો એ તેમજ રત્નકલાકારો એ અને ઉદ્યોગ પતિઓ એ ખુશી મનાવી ફટાકડાઓ ફોડી મીઠાઈઓ વહેંચી જશન મનાવ્યો હતો.સુરત ખાતે વસતા વાવ થરાદના લોકો તેમજ રતન કલાકારો અને હીરાના ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગ પતિ ઓ સમ્પર્ક કરતા જણાવ્યું હતું કે વાવ થરાદની જિલ્લાનો દરજ્જો અને નર્મદાના નીર મળતા હવે વાવ થરાદ રાજ્યનો 34 મો જીલો બની ગુજરાતનો નંબર 1 જિલ્લો બની રહેશે.

વાવ થરાદ જીલો બીજું ગાંધીનગર બની જશે વાવ થરાદ જીલો બનતા કેટલાક રાજકીય નેતાઓ ને દુઃખી રહ્યું છે પેટ ને ફૂટી રહ્યા છે.માથું પણ અમારી વાવ થરાદ જિલ્લાની જનતા રાજ્ય સરકાર અને શંકરભાઈ ચૌધરીની આ સરાહનીય કામગીરી ને કદાપિ નહિ ભૂલી શકે સમગ્ર વાવ થરાદ ભાજપ કૉંગ્રેસ અને અન્ય પાર્ટીના નેતાઓ નું પણ વાવ થરાદ જિલ્લાને સમર્થન છે. હવેતો ધાનેરાની જનતા એ પણ વાવ થરાદ જિલ્લા ને સમર્થન આપ્યું છે. જોકે મીડિયા સાથેની વાત ચિતમાં કેટલાય રાજકીય નેતાઓ એ એવું જણાવ્યું હતું કે શંકરભાઇ ચૌધરીના વધતા કદ ને કેટલાય નેતા ઓ જોઈ શકતા નથી.જેથી કરીને ધમપછાડા કરી રહ્યા છે.પરંતુ તેમની ગાજરની પીપુડી લાંબા સમય સુધી નહીં વાગે. હાલમાં તો વાવ થરાદ જીલો બનતા વાવ થરાદની જનતા સુરતમાં પણ ઝૂમી ઉઠી છે. ટુક સમયમાં વાવ થરાદમાં વસતા સુરત વાસીઓ પણ એક મોટું આયોજન કરી અદયક્ષ નું માનભેર સ્વાગત કરશે તેવું લોકોમાં ચર્ચાસ્પદ બન્યું છે.સરકારના નિર્ણયને સુરતમાં વસતા વાથરાદની જનતાએ ફટાકડા ફોડી ઉજવણી કરી મીઠાઈ ખવડાવી સરકારના નિર્ણયને વધાવ્યો છે.

વાવ થરાદની જનતાની વર્ષો જૂની અલગ જિલ્લાની માંગ સરકારે પૂરી કરી છે.બનાસકાંઠા એક માત્ર જિલ્લો હોવાથી લોકોને ખુબજપડતી અગવડતા નો હવે નિકાલ થશે વાવ થરાદની જનતા 100કિલોમીટર સુધીદૂર પાલનપુર હેરાન થવું પડતું હતું. તેમાંથી હવે છૂટકારી મળી જશે.બનાસકાંઠાની સાથે હવે વાવ થરાદ જિલ્લાનું વિભાજન થતાં વાવ થરાદનો સાચો વિકાસ થશે એવુ સુરતમાં વસતા વાવ થરાદના રત્નકલાકારો અને હીરાના વ્યવસાય સાથે જોડાયેલા ઉદ્યોગ પતિઓ મીડિયા સમક્ષ જણાવ્ય હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *