ઐતિહાસિક નગરી પાટણના કિલાચંદ શોપિંગસેન્ટરમાં બ્રાન્ડેડ વિદેશી દારૂની ખાલી બોટલો નો વિડીયો વાયરલ કરતાં જિલ્લા પંચાયત વિપક્ષના નેતા ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનું પાલન પાટણ શહેર માંથી કરાવવા જિલ્લા પોલીસવડા કટ્ટીબધ્ધતા દર્શાવે તેવી લોક માંગ ઉઠી..
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડતા હોય તેવા દ્રશ્યો અવારનવાર જોવા મળી રહ્યા છે. ત્યારે એક સમય ગુજરાત ની રાજધાની રહી ચુકેલા ઐતિહાસિક નગર પાટણ શહેરમાં પણ દારૂબંધીના સરેઆમ ધજાગરા ઉડી રહ્યા હોય તેવો એક વિડિઓ સોશિયલ મીડિયામાં પાટણ જિલ્લા પંચાયત ના વિરોધપક્ષના નેતા અશ્વિન પટેલ દ્વારા કરવામાં આવતા પાટણ પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા અશ્વિન પટેલ દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરાયેલા દારૂની ખાલી બોટલોના આ વિડીયો શહેરના ભરચક ગણાતા કીલાચંદ શોપિંગ સેન્ટરના ઈન્ટરયલ માગૅ પર ના હોવાનું તેઓ વિડિઓમાં જણાવી રહ્યા છે. તો આ વિસ્તારમાં અનેક લેબોરેટરીઓ, હોસ્પિટલો પણ આવેલી હોય ત્યારે આવી સ્ટાન્ડર્ડ લેબલો વાળી વિદેશી દારૂની ખાલી બોટલો આ વિસ્તારમાં જોવા મળી હોય પાટણ જિલ્લા પોલીસ વડા દ્રારા આ ખાલી વિદેશી બોટલના વાયરલ થયેલ વિડિઓ આધારે તટસ્થ તપાસ કરાવી આ ઐતિહાસિક અને શિક્ષણની સાથે સાથે આરોગ્યની નગરી ગણાતાં પાટણ શહેરમાં કોની રહેમ નજર તળે આવી મોધી મોધી વિદેશી દારૂની બોટલો કોણ લાવી ને કોના માટે લાવે છે તેની તપાસ કરાવી સાચા અથૅ મા ગુજરાતમાં દારૂ બંધી નો અમલ પાટણ શહેર માંથી કરાવે તેવી માગ પાટણ ની પ્રબુધ્ધ જનતા કરી રહી છે.