પાલનપુરમાં ટાઈટન્સ જુનિયર ટીમે યોજ્યો કેમ્પ; ગુજરાત ટાઈટન્સ ક્રિકેટ ટીમ દ્વારા પાલનપુરની શાળાઓના 950 થી વધુ બાળકોને ક્રિકેટ પ્રત્યે પ્રોત્સાહિત થાય તે હેતુથી એક દિવસીય કેમ્પ યોજાયો હતો.આ એક દિવસીય કેમ્પમાં 12 સરકારી શાળાઓ, 2 સ્વૈચ્છીક સંસ્થાઓના સહયોગથી 22 શાળાઓના 950 જેટલા બાળકો એ ભાગ લીધો હતો. ગુજરાત જુનિયર ટાઈટન્સના કોચ દ્વારા બેટીંગ, બોલિંગ, ફિલ્ડિંગ, ક્વિઝ જેવી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવી હતી.
ત્યારે પાલનપુરની વિવિધ શાળાઓના 950 થી વધુ બાળકોને ક્રિકેટ પ્રત્યેનું લગાવ વધે ક્રિકેટમાં સિલેક્શન થાય બોલિંગ, બેટીંગ, ફિલ્ડિંગ અને નવા વિચારો નવી દિશાઓ સાથે બાળકોને ક્રિકેટ પ્રત્યે રૂચિ વધે તે હેતુથી એક દિવસીય કેમ્પમાં ગુજરાત જુનિયર ટાઈટન્સ દ્વારા ફ્રિ કોચિંગ આપવામાં આવ્યું હતું.