ડીસામાં જીવદયાનો અનોખો સંગમ : ક્લોઝ યુવા શક્તિ સંગઠન દ્વારા પક્ષીઓ માટે કુંડા-માળાનું વિતરણ

ડીસામાં જીવદયાનો અનોખો સંગમ : ક્લોઝ યુવા શક્તિ સંગઠન દ્વારા પક્ષીઓ માટે કુંડા-માળાનું વિતરણ

બગીચા સર્કલ ખાતે રાહત દરે ૧૫૦૦ કુંડા, ૧૦૦૦ માળા અને ૫૦૦ બર્ડ ફીડર અપાયા

ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત પૂર્વે અબોલ પક્ષીઓની વ્હારે આવી ડીસાના અગ્રણી સેવાકીય સંગઠન ‘ક્લોઝ યુવા શક્તિ સંગઠન’ દ્વારા પક્ષી બચાવો અભિયાન અંતર્ગત પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યું છે. ડીસાના વ્યસ્ત એવા બગીચા સર્કલ ખાતે રાહત દરે પાણીના કુંડા, ચકલીના માળા અને બર્ડ ફીડરના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. ​આ કાર્યક્રમમાં જીવદયા પ્રેમીઓ માટે કુલ ​૧૫૦૦ પાણીના કુંડા, ૧૦૦૦ પક્ષીના માળા અને ૫૦૦ બર્ડ ફીડર (ચણ માટેના સાધન) નું વિતરણ કરવામાં આવ્યું હતું.

​આ પ્રસંગે આશીર્વચન પાઠવવા માટે જૂના ડીસા રાધે ક્રિષ્ના ગૌશાળાના મહંત ભારતપુરી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સંગઠનની આ પ્રવૃત્તિને બિરદાવતા જણાવ્યું હતું કે, ગરમીમાં પક્ષીઓને પાણી અને આશરો પૂરો પાડવો એ ઉત્તમ માનવ ધર્મ છે.​ક્લોઝ યુવા શક્તિ સંગઠન માત્ર પક્ષી બચાવો અભિયાન જ નહીં, પરંતુ બ્લડ ડોનેશન કેમ્પ, જીવદયાના કાર્યો અને ગરીબ વિદ્યાર્થીઓ માટે રાહતદરે ચોપડા વિતરણ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ માટે જાણીતું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંગઠનના તમામ કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. આ પહેલથી સ્થાનિક લોકોમાં જીવદયા અને પક્ષી સંરક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાઈ છે.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *