ઓપરેશન સિંદુરની સફળતા અને દેશના જવાનોની બહાદુરીને પ્રોત્સાહિત કરવા પાટણમાં તિરંગા યાત્રા યોજાઈ

ઓપરેશન સિંદુરની સફળતા અને દેશના જવાનોની બહાદુરીને પ્રોત્સાહિત કરવા પાટણમાં તિરંગા યાત્રા યોજાઈ

યાત્રામાં તિરંગા સાથે રાજકીય-સામાજિક આગેવાનો અને પાટણના પ્રબુદ્ધ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા ઓપરેશન સિંદૂર દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ભારતીય સેનાના વીર અને બહાદુર જવાનો દ્વારા અદ્વિતીય પરાક્રમનો પરચો બતાવી ભારતની સરહદપાર કરી આંતકીઓ અને આંતકવાદને હંમેશા પ્રોત્સાહન અને પીઠબળ પુરૂ પાડતાં પાકિસ્તાનની સરહદમાં છેક અંદર સુધી ધૂસી આંતકીઓના આશ્રય સ્થાનો અને તાલીમ કેમ્પોને એરસ્ટ્રાઈક દ્વારા ધ્વસ્ત કરી પાકિસ્તાનના વિવિધ એરબેઝોનો પણ નાશ કરી દેવામાં મેળવેલી સફળતા અને સેનાના જવાનોના ઓપરેશન સિંદૂરની આ સફળતાને સલામી આપવા ગુરુવારે સાંજે ૪-૦૦ કલાકે પાટણ શહેર નાં એમ.એન.હાઈસ્કૂલ ગ્રાઉન્ડ થી ભવ્યાતિ ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી.

આ તિરંગા યાત્રા કનસડા દરવાજા,રતનપોળ,ત્રણ દરવાજા,દોશીવટ બજાર, હિગળા ચાચર, બગવાડા દરવાજા થઈ રેલવે સ્ટેશન ખાતે સંપન્ન બની હતી. રાજકીય-સામાજિક આગેવાનો અને પાટણના પ્રબુદ્ધ નગરજનો સાથે પોલીસ વિભાગના ઘોડેસવારો,ડીજે બેન્ડ જોડાયા હતા. તિરંગા યાત્રા માં ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’ના નારા ગુંજી ઉઠ્તા સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *