પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1800 જેટલા લાભાર્થીઓને લાભ મળ્યો
પાલનપુરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 1550 જેટલા મકાનો તૈયાર થઈ ગયા
પ્રધાનમંત્રી આવાસ યોજનાને 10 વર્ષ પૂર્ણ થતા પાલનપુર નગરપાલિકા પ્રધાનમંત્રી આવાસ યોજના વિભાગ દ્વારા વૃક્ષારોપણ ગૃહ પ્રવેશ તેમજ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજના ચાલી રહી છે જેમાં પાલનપુરમાં 1800 જેટલા લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લીધો છે. જેમાંથી 1550 ઉપરના મકાનો તૈયાર થઈ ગયા છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાને 10 વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણીના ભાગરૂપે પાલનપુર નગરપાલિકા આવાસ યોજના વિભાગ દ્વારા અમીરબાગ ખાતે વૃક્ષારોપણ,ગૃહ પ્રવેશ તેમજ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો. સહિત આવાસ યોજના વિભાગના કર્મચારીઓ નગરપાલિકાના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

