રવિવારે થરાદના માંગરોળ નજીક ભારતમાલા હાઈવે પર એક ગંભીર અકસ્માતમાં ટ્રેલર રોડ પરથી નીચે પટકાતાં ચાલક સહિત બે ને ઇજા થવા પામી હતી. જો કે સદનસીબે નીચે કોઇ વાહન કે માણસોની અવરજવર નહી હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.પ્રાપ્ય માહિતી મુજબ રવિવારે સાંચોર તરફથી પુરઝડપે આવી રહેલ એક ટ્રેલરના ચાલકે કાબુ ગુમાવતાં બેકાબુ બનીને સીધં જ સર્વિસ રોડ પર પટકાયું હતું.આ દુર્ઘટનામાં ટ્રક ચાલક અને તેમની સાથે મુસાફરી કરી રહેલા અન્ય વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા. જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે માંગરોળમાં આઇશ્રી શેણલ માતાજીનું પ્રખ્યાત મંદીર હોવાના કારણે દિવસભર લોકોની અવરજવર રહેતી હોય છે. પરંતુ આ વખતે સદનસીબે નીચે કોઇ વાહન કે માણસોની અવરજવર નહી હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

- February 17, 2025
0
95
Less than a minute
You can share this post!
editor