પાટણ ના વારાહી નજીકના માગૅ પર ટ્રેઈલર ચાલકે 100 થી વધુ ઘેટાંઓને હડફેટે લઈ મોતને ઘાટ ઉતાયૉ

પાટણ ના વારાહી નજીકના માગૅ પર ટ્રેઈલર ચાલકે 100 થી વધુ ઘેટાંઓને હડફેટે લઈ મોતને ઘાટ ઉતાયૉ

હાઈવે પર સજૉયેલ અકસ્માત ને પગલે ટ્રાફિક જામ સજૉયો

પોલીસે ટ્રેઈલર ચાલકની અટકાયત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી

પાટણ જિલ્લાના વારાહી નજીક માગૅ પરથી ગતરાત્રે બેફામ રીતે  ડ્રાઇવિંગ કરીને નીકળેલા ટ્રેઈલર ચાલકે 100 થી વધુ ઘેટાઓને હડફેટે લઈ મોતને ઘાટ ઉતાર્યા ની ધટના થી હાઈવે માગૅ પર ટ્રાફિક જામની સાથે સાથે જીવદયા પ્રેમીઓમાં દુ:ખની લાગણી અને રોષ ભભૂકી ઊઠયો હતો. જોકે બનાવ ના પગલે ધટના સ્થળે દોડી આવેલ પોલીસ ટીમે મૃતક ધેટાઓને માગૅ પરથી દુર કરી ટ્રાફિક ખુલ્લો કરી ટ્રેઈલર ચાલક ની અટકાયત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી હકીકત મુજબ ગતરાત્રે વારાહી પાસે પાલનપુર-કંડલા નેશનલ હાઈવે પરથી પસાર થતાં એક ટ્રેઈલર ચાલકે પોતાનું ટ્રેઈલર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ફોજી કોમ્પ્લેક્ષ નજીક હાઈવે ક્રોસ કરી રહેલા ઘેટાંના ટોળા પર પોતાનુ  ટ્રેઈલર ચડાવી દેતા ધટના સ્થળે 100 થી વધુ ઘેટાઓના મોત નિપજ્યા હતા તો અનેક ઘેટા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા.બનાવને પગલે હાઈવે પર ટ્રાફિક જામથી વાહનોની કતારો લાગી હતી.તો જીવદયા પ્રેમીઓએ નારાજગી દુ:ખની લાગણી સાથે રોષ વ્યકત કર્યો હતો. બનાવની જાણ વારાહી પોલીસને થતાં તેઓએ ઘટના સ્થળે પહોંચી મૃત ઘેટાંઓને હાઈવે પરથી હટાવી ટ્રાફિક ખુલ્લો કરી ટ્રેલરના ચાલકની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *