વિચિત્ર પ્રકારના આ અકસ્માતમાં કોઈ જાનહાનિ ન થતાં લોકોએ રાહત અનુભવી
અકસ્માત સર્જી આઇસર ચાલક પોતાનું આઇસર લઈ ફરાર થતા પોલીસે તપાસ હાથ ધરી; છેલ્લા કેટલાક સમયથી પાટણ જિલ્લાના હાઇવે માર્ગો પર પૂર ઝડપે અને ગફલત ભરી રીતે વાહનો લઇ પસાર થતા ચાલકો દ્વારા અવાર નવાર નાના મોટા માર્ગ અકસ્માતના બનાવો સર્જાતા રહ્યા છે અને આવા અકસ્માતોના કારણે અનેક નિર્દોષ માનવ જિંદગીઓ મોતના મુખમાં ધકેલ હતી હોવાના કિસ્સા પણ પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે શનિવારે પાટણ જિલ્લાના તાલુકા મથક હારીજ શહેરના હાઇવે ચાર રસ્તા નજીક વિચિત્ર પ્રકારનો અકસ્માત સર્જાવા પામ્યો હતો. જેમાં માર્ગ પરથી ગફલત ભરી રીતે ડ્રાઇવિંગ કરી આવી રહેલા આઇસર ગાડીના ચાલકે ટ્રેકટરને ટકકર મારતા ટ્રેક્ટર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા માગૅ પર ઊભેલી પોલીસવાનને તેમજ બાઈક સાથે ટ્રેક્ટર ટકરાયુ હતું.
જોકે આ વિચિત્ર પ્રકારનો અકસ્માત સજૅનાર આયકર ચાલક ટ્રેક્ટરને ટક્કર મારી પોતાનુ આઇસર લઈ ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં પોલીસ વાનની પાછળ ઉભેલા એક યુવાનનો આબાદ બચાવ થતાં અને અન્ય કોઈ જાનહાની આ અકસ્માતમાં ન થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. હારીજ હાઇવે ચાર રસ્તા પર બનેલ આ અકસ્માતની ઘટનાને પગલે લોકો ના ટોળેટોળા ઉમટી પડતા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સજૉયા હતા. હારીજ હાઇવે ચાર રસ્તા પર બનેલી આકસ્માતની ઘટનાને અંજામ આપી ફરાર થયેલા આઇસર ચાલકને ઝડપી લેવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.


