પાટણ પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓએ પાટણ જીલ્લામાં ફરજ બજાવતા વિવિધ સંવર્ગના પોલીસ કર્મચારીઓને તા.૧૨ મેં ના રોજ બઢતી કમિટીનું આયોજન કરી ચાલુ માસે અલગ-અલગ સંવર્ગની ખાલી પડેલ જગ્યાઓ ઉપર કુલ-૩૧ પોલીસ કર્મચારીઓને બઢતી આપવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં એ.એસ.આઇ. સંવર્ગમાં કુલ-૦૯ તથા અનાર્મ હે.કો. સંવર્ગમાં કુલ-૧ર તથા આર્મ એ.એસ.આઇ. સંવર્ગના કુલ-૦૪ તથા આર્મ હે.કો. સંવર્ગમાં કુલ-૦૬ પોલીસ કર્મચારીઓને બઢતી આપવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે. આમ પાટણ જિલ્લામાં કાયદો અને વ્યસ્થા જાળવવાના ભાગરૂપે ૩૧ થી વધુ પોલીસ કર્મચારીઓને પ્રમોશન આપતાં, એ.એસ.આઇ., હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ સહિતના કર્મચારીઓમાં ખુશીનો માહોલ છવાયો છે.

- May 14, 2025
0
124
Less than a minute
You can share this post!
editor