11 વોર્ડના 105 વિભાગોની વિગતોમા 10 ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ
પાટણ નગરપાલિકાની વર્ષ 2026ની ચૂંટણી પૂર્વેની પ્રાથમિક મતદારયાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી મુજબ, પાટણ શહેરના 11 વોર્ડમાં 1,08,999 મતદારો નોંધાયા છે.
આ આંકડા 20 માર્ચ, 2026ના રોજ જનરેટ થયેલા રિપોર્ટના આધારે પ્રસિદ્ધ કરાયા છે. પ્રસિદ્ધ થયેલા આંકડાઓ અનુસાર, કુલ મતદારો પૈકી 56,531 પુરુષ મતદારો અને 52,458 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે પુરુષ મતદારોની સંખ્યા સ્ત્રી મતદારો કરતાં વધુ છે. આ યાદીમાં 10 ત્રીજી જાતિના મતદારોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
વોર્ડ પ્રમાણે મતદારોની સંખ્યાનું વિશ્લેષણ કરતાં વોર્ડ નંબર 11માં સૌથી વધુ 11,752 મતદારો નોંધાયા છે. જ્યારે વોર્ડ નંબર 3 માં સૌથી ઓછા 8,218 મતદારો છે. અન્ય વોર્ડની વિગતો જોઈએ તો, વોર્ડ નંબર 1માં 9,627, વોર્ડ નંબર 2માં 9,248, વોર્ડ નંબર 3માં 8,218,વોર્ડ નંબર 4માં 8,517, વોર્ડ નંબર 5માં 10,482, વોર્ડ નંબર 6માં 9,640,વોડૅ નંબર 7મા 9,776, વોર્ડ નંબર 8માં 9,869, વોર્ડ નંબર 9માં 11,634 અને વોર્ડ નંબર 10માં 10,236 અને વોર્ડ નંબર 11માં 11,752 મતદારો નોંધાયા છે.

