વડું ગામમાં ઘરેથી નીકળી શાળામાં જતી અગિયારમાં ધોરણની એક વિધાર્થીનીને રોજેરોજ ગામના જ એક યુવક દ્વારા પ્રેમ સંબંધ બાંધવા માટે હેરાન પરેશાન કર્યા બાદ પ્રેમ સંબંધ નહીં રાખે તો મરી જવાની ધમકીઓ યુવક દ્વારા આપવામાં આવતી હતી. 16 વર્ષીય વિદ્યાર્થીની અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી. જે નિયમિત ઘરેથી નીકળીને શાળાએ ભણવા માટે જતી આવતી હતી.
વડુ ગામના યુવક દ્વારા પ્રેમ સંબંધ રાખવા બાબતે સતત માનસિક રીતે દબાણ કરતા કંટાળી ગયેલી વિધાર્થીનીએ આખરે પોતાનું જીવન સંકેલી લેતા એસિડ પીને આપઘાત કરી લેતા વડું ગામ સહિત આજુબાજુના પંથકમાં પણ આ બનાવના પગલે ઘેરા પ્રત્યાઘાત પડવાની સાથે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. પોતાની દીકરીએ આપઘાત કરી લેતા તેના પિતાએ ગામના જ યુવક અને તેના પરિવારના દીપ યોગેશજી ઠાકોર, યોગેશજી ચંદુજી ઠાકોર અને દક્ષાબેન યોગેશજી ઠાકોર સામે નંદાસણ ફરિયાદ દાખલ કરી છે. જે અનુસંધાને નંદાસણ પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા માટે દુષપ્રેરણની ફરિયાદ દાખલ કરી પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

