લીમડા પ્રેમી ખેડૂત સાથે ખાસ મુલાકાત: લીમડાંનાં વૃક્ષો થકી ગરમી સામે રક્ષણ

લીમડા પ્રેમી ખેડૂત સાથે ખાસ મુલાકાત: લીમડાંનાં વૃક્ષો થકી ગરમી સામે રક્ષણ

આ વર્ષે ઉનાળો પોતાનું જાણે રૌદ્રરૂપ લઈને આવ્યો છે. વીજળીના અછતના સમયે શીતલતા માટે આપણે જે ઉપકરણોનો આશરો લઈએ છીએ જેવી કે પંખા, કૂલર કે એસી તે પણ ઘણીવાર નિષ્ફળ થઈ જાય છે. પરંતુ કુદરતનું એવું પણ રક્ષણ છે જેને કોઈ વીજળીની જરૂર નથી હા, અમે વાત કરીએ છીએ વૃક્ષોની, ખાસ કરીને લીમડાની! ધાનેરા તાલુકાના સામરવાડા ગામના ખેડૂત ગજાભાઈ ચૌધરી અને તેમના પરિવાર માટે લીમડો માત્ર એક વૃક્ષ નથી, પણ કુટુંબનો એક ભાગ છે. તેમના ખેતરમાં ચારેય બાજુ લીમડાના વૃક્ષોનો હરિયાળો ઘેરાવો છે. આ પરિવાર પેઢી દર પેઢી લીમડાનું મહત્વ સમજતું આવ્યું છે અને તેનું રક્ષણ કર્યું છે. ગજાભાઈના જણાવ્યા પ્રમાણે, લીમડાની છાંયામાં પશુઓને ઠંડક મળે છે, જેના કારણે ગરમીમાં પણ દૂધ ઉત્પાદન ઘટતું નથી. તેમણે ખાસ આયોજનથી તબેલાઓ લીમડાના વૃક્ષો વચ્ચે બનાવ્યા છે. ઘરઆંગણાની આજુબાજુ પણ અનેક લીમડાના ઝાડ છે, જેના કારણે મકાન ઉનાળામાં ઠંડું રહે છે અને પરિવારને વીજળી વિના પણ શીતલતા મળે છે.

ગજાભાઈ કહે છે કે, “દર વર્ષે ચોમાસામાં અમે નવી લીમડાની નર્સરી તૈયાર કરીએ છીએ અને અત્યાર સુધીમાં ખેતરમાં 100થી વધુ નાના મોટા લીમડાના ઝાડ ઉગાડી ચૂક્યા છીએ.” આ પરિવાર માત્ર વૃક્ષ પ્રેમીઓ નથી, પણ તમામ ખેડૂત સમુદાય માટે એક જીવંત ઉદાહરણ છે કે કઈ રીતે કુદરતી રીતે પણ ગરમી સામે લડી શકાય છે. લીમડો માત્ર શીતલ છાંયું નહિ, પણ જીવનશૈલીનો એક મહત્વનો ભાગ બની શકે છે. તેનો જીવંત પુરાવો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *