વિધાર્થીઓ દ્રારા ૨૧ કૃતિઓ વિજ્ઞાન અંગેની અને ૮ કૃતિઓ અંધશ્રદ્ધા નિવારણ અંગેની બનાવી
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રેરિત અને અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત પુનાભા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર પાટણ ખાતે નેશનલ સાયન્સ ડે અંગે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો હેતુ ખાસ કરીને વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકનું જ્ઞાન ન મેળવે પરંતુ તેના વાસ્તવિક પરીક્ષણ રૂપે જુએ તે માટે પ્રાયોગિક કાર્યોનું પ્રદર્શન મુકવામાં આવ્યું હતું. જેમાં વિધાર્થીઓ દ્રારા ૨૧ કૃતિઓ વિજ્ઞાન અંગેની અને ૮ જેટલી કૃતિઓ અંધશ્રદ્ધા નિવારણ અંગેની બનાવી વિજ્ઞાનના મોડેલો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
તો વિધાર્થીઓ દ્રારા તૈયાર કરવામાં આવેલ નાસ્તા સ્ટોલની પણ ઉપસ્થિતિ લોકો એ મુલાકાત લીધી હતી અને વિધાર્થીઓ ની વ્યવસ્થાને સરાહનીય લેખાવી હતી. આ વિજ્ઞાન મેળાના હેતુ માં વિજ્ઞાનના પાયાના ખ્યાલો દ્વારા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન વિષયક વલણો વિકસે અને નાનપણ થી વિજ્ઞાન જેવી પ્રવૃતિઓમાં રસ દાખવે તે હેતુ થી આ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.