મહેસાણા શહેરમાં શાકભાજીની લારીઓ હટાવવાના મુદ્દે શહેરમાં રેલી નીકળી:આપ અને કોંગ્રેસનું સમર્થન

મહેસાણા શહેરમાં શાકભાજીની લારીઓ હટાવવાના મુદ્દે શહેરમાં રેલી નીકળી:આપ અને કોંગ્રેસનું સમર્થન

મહેસાણા મહાનગરપાલિકા દ્વારા સાગમટે શહેરના કેટલાક વિસ્તારોમાં દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તેવામાં ગતરોજ મોઢેરા ચાર રસ્તા નજીક મહાનગરપાલિકાના કમિશ્નરે પોતે હાજર રહી પોલીસ કર્મીઈને સાથે રાખીને શાકભાજીની લારીઓના દબાણ હટાવવાની તજવીજ હાથ ધરી હતી જે બાદ ત્યાં ઉભી રહેલી તમામ લારીઓને જપ્ત કરવામાં આવી હતી. ત્યારે શેર લાઈને શેર ખાનારા લારી ગલ્લા વાળા વેપારીઓમાં રીતસરનો ફફડાટ પ્રસરી ગયો હતો. ભલામણો અને કાલાવાલા કરતા રેકડીવાળા વેપારીઓની પ્રસાશને એક સાંભળી નહોતી અને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરતા સમગ્ર મામલો બીચકયો હતો.

જ્યાં આજે સવારે શાકભાજીની લારીવાળા તમામ વેપારીઓએ મહેસાણા મહાનગરપાલિકા કમીશ્નરને આવેદન પત્ર તેમજ રજૂઆત કરવા રેલીનું આયોજન કર્યું હતું જ્યાં તેમના સમર્થનમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો જોડાઈને વાતને વેગ આપ્યો હતો. મહેસાણા શહેરની મધ્યમાં આવેલી ભાજપ કાર્યાલય કમલમના દરવાજે શાકભાજીના વેપારીઓ તેમજ કોંગ્રેસ અને આપ ના નેતાઓએ હલ્લાબોલ કરી ‘હાય રે ભાજપ હાય હાય’ ના નારા દ્વારા સૂત્રોચાર કરતા આચારસંહિતા દરમિયાન મામલો ગરમાયો હતો. મહેસાણા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખે જણાવ્યું કે ગરીબ અને નાના વેપારીઓ ને ન્યાય અપાવવા માટે અમો તેમની સાથે છીએ અને આ બાબતે અમે છેક સુધી લડત આપી ન્યાય અપાવીશું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *