અમીરગઢ માં મહોરમ પર્વ નિમિત્તે તાજીયા નું ઝુલુસ નીકાળવામાં આવ્યું

અમીરગઢ માં મહોરમ પર્વ નિમિત્તે તાજીયા નું ઝુલુસ નીકાળવામાં આવ્યું

અમીરગઢ ગામમાં મહોરમ પર્વ દર વર્ષે ધામધૂમ થી ઉજવવામાં આવે છે. આ પર્વમાં અમીરગઢ ના મુસ્લિમ બિરાદરો દ્વારા આયોજિત તાજીયા નું ઝુલુસ નિકાળવામાં આવે છે. આ પર્વની ઉજવણી શાંતિપૂર્વક માહોલમાં અને શ્રદ્ધા પૂર્વક કરવામાં આવી હતી. આ ઝુલુસની અમીરગઢ ની હુસેની મસ્જિદ થી શરૂઆત કરવામાં આવી હતી. ત્યાં થી ચાંદની ચોક તેમજ ચબૂતરા ચોક અને મકરાણી વાસ થઈ ને ગ્રામ પંચાયત તરફ થી પરત આવી ને તાજીયા ને ઠંડા કરવા (દફનવિધિ) માટે ઇદગાહમાં લઈ જવામાં આવ્યા હતા. મહોરમ પર્વ ઇસ્લામ ધર્મના મહાન વીર ઇમામ હુસેન અને તેમના 72 નિર્દોષ સાથીઓના કરબલા ખાતે થયેલા બલિદાનની યાદમાં ઉજવવામાં આવે છે. ઇમામ હુસેને અધર્મે વિરુદ્ધ લડતા ભૂખ અને તરસ સહન કરીને હક અને સત્ય માટે શહીદી આપી હતી. તેમની યાદમાં મહોરમ પર્વ ઉજવવામાં આવે છે.

મહોરમ પર્વ નિમિત્તે ઝુલુસ ના સમયે ઠેર ઠેર પાણી, ઠંડા પીણા, આઈસ્ક્રીમ તેમજ સરબત નું મુસ્લિમ બિરાદરો દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. કેટલીક જગ્યા એ કોમી એકતા ના દર્શન પણ જોવા મળી રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્વક યોજાયો હતો. ઝુલુસમાં એકતા અને સદભાવના નો સુંદર સંદેશો પ્રસરી રહ્યો હતો. અને સાથે સાથે કોઈ અનિચ્છનીય કોઈ બનાવના બને તે માટે અમીરગઢ પોલીસ ખડેપગે પોતાની જવાબદારી નિભાવી રહી હતી. તે સમયે અમીરગઢ પોલીસની ખૂબ જ સુંદર કામગીરી જોવા મળી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *