ધોમધખતા તડકામાં આરોપીઓને સિધ્ધપુરના બજારમાં ફેરવતાં લોકો જોવા ટોળે વળ્યાં; પાટણ સહિત ગુજરાતના સાત જિલ્લા અને આંતરરાજ્ય રાજસ્થાનમાં પશુ ચોરીને અંજામ આપી પશુપાલકો ની સાથે પોલીસ તંત્રની ઉધ હરામ કરનાર પશુ ચોર મુલતાની ગેંગના ૧૦ થી વધુ સાગરીતોને તાજેતરમાં પાટણ એલસીબી ટીમે ચોક્કસ બાતમીના આધારે સિધ્ધપુર હાઈવે પરથી ચોરેલી ભેસો અને ચોરેલા પશુઓની હેરાફેરી માટેના વાહનો સહિત મુદામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્યારે શનિવારના રોજ પશુ ચોરીને અંજામ આપી પશુપાલકોમા હાહાકાર મચાવનાર મુલતાની ગેંગના ઝડપાયેલા તમામ આરોપીઓનું ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સિધ્ધપુરની મેઈન બજાર વિસ્તાર માથી ધોમધખતા તડકામાં ઉધાડા પગે સરઘસ કાઠવામાં આવતા આરોપીઓને જોવા લોકો ટોળે વળ્યાં હતાં. પોલીસે પશુચોર મુલતાની ગેંગના તમામ આરોપીઓનું ધટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરી પશુચોરીનો આતંક મચાવનાર ગેંગને કાયદાનો પરિચય કરાવી બરોબરનો પાઢ ભણાવ્યો હતો.