ડીસા તાલુકાના જુનાડીસા નજીક આવેલા ગંગાજી વહોળા નજીક શનિવારે બપોરના સુમારે લકજરી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ખાનગી લકજરી ચાલકે સામેની સાઈડ આવતા એક એક્ટિવાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો પૂર જડપે આવતી લકજરી બસે એક્ટિવાને ટક્કર મારી તે રોન્ગ સાઈડમાં આવેલ બાવળની ઝાડીમાં ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં એક્ટિવા ઉપર સવાર દંપતીને ઈજાઓ થતા સ્થાનિક લોકોએ 108 મારફતે તેમને ડીસા સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવના પગલે તાલુકા પોલીસ પણ દોડી આવી હતી. અને અકસ્માતનો ગુનોનોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- March 30, 2025
0
49
Less than a minute
You can share this post!
editor