કણી ગામ માંથી નેવીમાં મેડિકલ ઓફિસરની પરીક્ષા પાસ કરનાર પ્રજાપતિ યુવાને ગામને ગૌરવ અપાવ્યું પાટણ તાલુકાના કણી ગામના એક સામાન્ય પ્રજાપતિ પરિવારના યુવાને ભારતીય નેવીમાં મેડિકલ ઓફિસર તરીકે ની ટ્રેનિંગ સફળતા પૂર્વક પૂરી કરીને વતન પરત ફરતા યુવાનના પરિવાર સહિત સમગ્ર કણી ના ગ્રામજનોએ હ્દય થી વધાવ્યો હતો.
પાટણ તાલુકાના કણી ગામ માં રહેતા અને હીરા ધસીને પરિવારના ચાર સભ્યોનું જીવન નિર્વાહ કરતા કલ્પેશભાઈ ના એક ના એક પુત્ર ખુશ કે જે નાનપણ થી જ ખૂબ મહેનતું અને હોશિયાર હોય તેને જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ભારતીય સેનામાં નોકરી મેળવવાનું સ્વપ્ન સેવ્યું હતું અને તે માટે તે તનતોડ મહેનત કરતો હતો જેના પરિણામે તેની ભારતીય નેવીમાં મેડિકલ ઓફિસર તરીકે પસંદગી થઈ હતી અને ઇન્ડિયન નેવીમાં મેડિકલ ઓફિસર તરીકે ઓરિસ્સા ના ચિલ્કા સેન્ટરમાં ચાર મહિનાની ટ્રેનિંગ પૂરી કરીને બીજો એક મહિનો વિશાખાપટ્ટનમ ખાતે ટ્રેનિંગ પૂરી કરીને ગતરો પોતાના વતન કણી ગામે પરત આવતા ખુશ પ્રજાપતિ ને તેના પરિવાર સહિત પ્રજાપતિ સમાજે અને સમસ્ત કણીના ગ્રામજનોએ હ્દય થી વધાવી તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
કણી ગામના પ્રજાપતિ સમાજ માંથી પ્રથમ નવ યુવાન નું નેવી માં સિલેકશન થતા સમગ્ર પ્રજાપતિ સમાજ અને કણી ગામના ગ્રામજનો એ ગૌરવ ની લાગણી અનુભવી છે. ખુશ પ્રજાપતિ ટુક સમયમાં મુંબઈ નેવી માં નોકરી માં હાજર થનાર હોવાનું તેઓના પરિવારજનોને જણાવ્યું હતું.